ભારતમાં અકબર અને બીરબલની વાર્તાઓ ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે. મોગલ બાદશાહ અકબર ‘મહાન’ના દરબારમાં જે નવરત્ન હતા એમાંથી બીરબલ એક હતો. પોતાની હાજરજવાબી, બુદ્ધિમાની અને ચતુરાઈને કારણે બીરબલ બાદશાહ અકબરના સૌથી વધારે વિશ્વાસપાત્ર સભાસદ હતા. અકબર બાદશાહ તરફથી બીરબલને મળવાવાળા અત્યંત માન-સન્માનને જોઈને અન્ય સભાસદ મનમાં ને મનમાં ઈર્ષા કરતાં હતા, આ માટે તેઓ હંમેશાં એમને નીચા દેખાડવા માટે કંઈને કંઈ ચાલ ચાલતાં રહેતા હતા.
જ્યારે બીરબલના રૂપમાં અકબરે સાચી સહાનુભૂતિ રાખવાવાળો મિત્ર મેળવ્યો હતો. એમની વચ્ચે જે ચતુરાઈભરી હાસ્યાસ્પદ ઘટનાઓ ઘટી હતી એનાથી જ ભારતીય લોકકથાઓને એક સમૃદ્ધશાળી વિરાસત મળી. પેઢી દર પેઢી અકબર બીરબલની આ વાર્તાઓ બાળકોના માનસિક વિકાસ માટે માર્ગદર્શકના રૂપમાં સંભળાવાતી જઈ રહી છે. એ જ વાર્તાઓમાંથી કેટલીક પસંદ કરેલી વાર્તાઓ રંગીન ચિત્રોની સાથે અહીંયા પ્રસ્તુત છે. આ રોચક વાર્તાઓને વાંચીને બાળકોનું ખૂબ મનોરંજન થશે એવી આશા છે.