Lord Hanumana Gujarati PB
₹100.00
- About the Book
- Book Details
હિન્દુ માન્યતાઓ અનુસાર શ્રી હનુમાન ભગવાન શ્રીરામના અનન્ય ભક્તના રૂપમાં પૂજવામાં આવે છે. તેઓ મહાન ભારતીય મહાકાવ્ય રામાયણ તેમજ એના વિભિન્ન રૂપાંતરોના પ્રમુખ પાત્ર છે. હનુમાન શબ્દની ઉત્પત્તિ સંસ્કૃતના બે શબ્દો હન અને માનથી થઈ છે. હનનો અર્થ છે મૃત કે વિનષ્ટ અને માનનો અર્થ છે અભિમાન. આ પ્રકારે હનુમાનનો અર્થ એ થયો કે જેનું અભિમાન નષ્ટ થઈ ગયું છે. હનુમાને રાક્ષસ રાજા રાવણ અને ભગવાન રામની વચ્ચે થયેલા યુદ્ધમાં ભાગ લીધો તેમજ યુદ્ધ જીતાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. હનુમાનની માતાનું નામ અંજલિ અને પિતાનું નામ કેસરી હતું. એમને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. વાયુદેવ પણ એમના ઈશ્વરીય પિતા માનવામાં આવે છે, જેમણે એમના જન્મમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. હનુમાન બાળપણથી જ ખૂબ ચતુર તેમજ બુદ્ધિશાળી હતા. તેઓ ભગવાન રામના ભક્ત હતા તેમજ એમની પૂજા કરતા હતા. એમને ભક્તિ તેમજ ત્યાગના પ્રતીક માનવામાં આવે છે. ભગવાન શ્રીરામના હૃદયમાં હનુમાનજી માટે વિશિષ્ટ સ્થાન હતું. આજે પણ રક્ષાના દેવતા શ્રી હનુમાનજીની મૂર્તિ ભગવાન શ્રીરામના પ્રત્યેક મંદિરમાં એમની સાથે મેળવવામાં આવે છે. પોતાની અંદર વિદ્યમાન બુરાઇઓથી મુક્તિ મેળવવા કે એમના પર વિજય મેળવવાની દૃષ્ટિથી હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. એમની પૂજા દુષ્પ્રવૃત્તિઓ તેમજ અન્ય શક્તિશાળી નકારાત્મક ઊર્જાઓથી મોક્ષ મેળવવા માટે કરવામાં આવે છે.
Additional information
Author | Simran Kaur |
---|---|
ISBN | 9789383225705 |
Pages | 424 |
Format | Paper Back |
Language | Gujarati |
Publisher | Diamond Books |
ISBN 10 | 938322570X |
હિન્દુ માન્યતાઓ અનુસાર શ્રી હનુમાન ભગવાન શ્રીરામના અનન્ય ભક્તના રૂપમાં પૂજવામાં આવે છે. તેઓ મહાન ભારતીય મહાકાવ્ય રામાયણ તેમજ એના વિભિન્ન રૂપાંતરોના પ્રમુખ પાત્ર છે. હનુમાન શબ્દની ઉત્પત્તિ સંસ્કૃતના બે શબ્દો હન અને માનથી થઈ છે. હનનો અર્થ છે મૃત કે વિનષ્ટ અને માનનો અર્થ છે અભિમાન. આ પ્રકારે હનુમાનનો અર્થ એ થયો કે જેનું અભિમાન નષ્ટ થઈ ગયું છે. હનુમાને રાક્ષસ રાજા રાવણ અને ભગવાન રામની વચ્ચે થયેલા યુદ્ધમાં ભાગ લીધો તેમજ યુદ્ધ જીતાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. હનુમાનની માતાનું નામ અંજલિ અને પિતાનું નામ કેસરી હતું. એમને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. વાયુદેવ પણ એમના ઈશ્વરીય પિતા માનવામાં આવે છે, જેમણે એમના જન્મમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. હનુમાન બાળપણથી જ ખૂબ ચતુર તેમજ બુદ્ધિશાળી હતા. તેઓ ભગવાન રામના ભક્ત હતા તેમજ એમની પૂજા કરતા હતા. એમને ભક્તિ તેમજ ત્યાગના પ્રતીક માનવામાં આવે છે. ભગવાન શ્રીરામના હૃદયમાં હનુમાનજી માટે વિશિષ્ટ સ્થાન હતું. આજે પણ રક્ષાના દેવતા શ્રી હનુમાનજીની મૂર્તિ ભગવાન શ્રીરામના પ્રત્યેક મંદિરમાં એમની સાથે મેળવવામાં આવે છે. પોતાની અંદર વિદ્યમાન બુરાઇઓથી મુક્તિ મેળવવા કે એમના પર વિજય મેળવવાની દૃષ્ટિથી હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. એમની પૂજા દુષ્પ્રવૃત્તિઓ તેમજ અન્ય શક્તિશાળી નકારાત્મક ઊર્જાઓથી મોક્ષ મેળવવા માટે કરવામાં આવે છે.
ISBN10-938322570X